How to pick best stocks ? How to select your first Stock? Stock market for beginners.
કેવી રીતે સૌથી સારો શેર પસંદ કરવો? કેવી રીતે તમારો પહેલો શેર પસંદ કરવો?
તમે જ્યારે પહેલી વખત શેર બજારમાંથી શેર લેતા હોય ત્યારે થોડોક ભય પણ હોય અને થોડીક એક્સાઇટમેન્ટ પણ હોય, તો આજે આપણે જોઇશું કે સાચી રીતે શેર બજારમાંથી સારામાં સારો સ્ટોક સિલેક્ટ કરવો.
કયો શેર લેવો તે પૂછવા માટે આપણે બીજા કોઈ વ્યક્તિની સલાહ લેવાની જરૂરત નથી કેમ કે આનો જવાબ તમારે તમારી ખુદ પાસેથી જ લેવાનો છે.
આજે આપણે આપણા મનને થોડાક પ્રશ્ન પૂછીશું અને તેનો જવાબ મેળવવાની કોશિશ કરીશું તો તેના માટે એક કાગળ અને પેન લઈ લ્યો.
શેર બજારમાં તો પાંચ હજાર જેટલી કંપનીઓ લિસ્ટેડ છે તો તેમાંથી આપણે આપણા માટે બેસ્ટ કંપની કઈ રીતે પસંદ કરવી.!!!
સૌપ્રથમ તો શેર નો ભાવ એ જ કંપનીનો વધે છે કે જેની પ્રોડક્ટ લોકોને પસંદ આવે છે.
તો ચાલો આપણે પહેલા પ્રશ્ન થી શરૂઆત કરીએ આ પ્રશ્નનો જવાબ તમારે તમારી જાતને જ આપવાનો છે એટલે સાચી રીતે આપજો.
એવી કઈ વસ્તુ છે કે જે તમે પાંચ વર્ષ પહેલાં પણ વાપરતા હતા અત્યારે પણ વાપરો છો અને પાંચ - દસ વર્ષ પછી પણ વાપરશો.??
તમારા ઘરમાં આઠ દસ વર્ષના બાળકથી લઈને મોટી ઉંમરના વડીલો સુધી ના વ્યક્તિઓને કઈ જરૂરી વસ્તુઓ પર નિર્ભર છે તેનું લીસ્ટ બનાવો? જેમ કે Jio SIM , Tata namak, Colgate toothpaste, taaza tea....etc...
તમે મોલમાં જાવ ત્યારે જોવો કે લોકો કઈ બ્રાન્ડની વસ્તુઓ સૌથી વધુ ખરીદે છે અને કયા સ્ટોર ઉપર સૌથી વધુ ભીડ હોય છે?
વસ્તુ મુજબ કંપનીઓનું સિલેક્શન કરો જેમ કે તમને goodday બિસ્કીટ ગમે છે કે sunfeast બિસ્કીટ ગમે છે?. જો goodday ગમતા હોય તો તે Britannia નાં છે અને sunfeast ગમતા હોય તો તે ITC ના છે? આવી જ રીતે કેટેગરી વાઇઝ તમે કંપનીઓ સિલેક્ટ કરતા જાવ.
હવે બહાર રોડ પર જોવો કે તમને કંઈ કંપનીની ગાડી સૌથી વધારે દેખાય છે અને કયા બાઈક વધુ દેખાય છે?
મોટાભાગના લોકોનું બેન્ક એકાઉન્ટ કઇ બેંકમાં છે? અને તમે કઇ બેંકમાં જાવ તો તમારું કામ સરળતાથી અને ઝડપથી થઈ જાય છે, ધકકા નથી ખાવા પડતા. ?
હા, બસ આવા જ પ્રશ્નો ના જવાબ તમારા ખુદને ખુદને આપીને તમે શેર બજારમાંથી સારામાં સારી કંપની લઈ શકો છો.
શેર લેતી વખતે તમે તમારી મહેનતની કમાણીનાં પૈસાથી રોકાણ કરવાના છો એટલે કોઈ whatsapp group કે કોઈ tip , telegram માંથી, કહેવાતા so called એક્સપર્ટ ની કંપની લેશો કે તમારી પસંદ ની કંપની ? તમે જ્યારે પ્રોપર્ટી લેવા જાઓ કે ગાડી લેવા જાવ તો એકવાર માં ટીવીમાંથી એડવર્ટાઇઝ જોઈને લઇ લ્યો છો કે રિસર્ચ કરીને પછી ખરીદી કરો છો તો બસ શેરબજારમાં શેર લેતી વખતે પણ આવું જ કરવાનું છે.
આજે આટલું શીખ્યા પછી હવે આપણે કંપનીની હેલ્થ એટલે કે કંપનીની ફાઇનાન્શ્યલ હેલ્થ કેવી રીતે ચકાસવી તે શીખીશું.
શેર બજાર ન્યુઝ, સારી સારી કંપનીઓના ન્યુઝ અને તેની પ્રોડક્ટ વિશે ના ન્યુઝની જાણકારી માટે મારા ઇંસ્ટાગ્રામ પેજ ને ફોલો કરો. https://www.instagram.com/investment_lok/
youtube માં ગુજરાતી માં અને સરળ ભાષામાં શેરબજાર અને ઇન્વેસ્ટમેન્ટ શીખવા માટે મારા youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. https://www.youtube.com/channel/UCmz-ieEHdP6yCV7utf_87HA


Comments