investment for beginners; in gujarati (રોકાણ)
Updated: Jun 10, 2020
-ઇન્વેસ્ટમેન્ટ શા માટે કરવું જોઇએ તેની પહેલા જોઈએ કે ઇન્વેસ્ટમેન્ટ ન કરવાથી શું થાય?
એક સરળ ઉદાહરણથી આપણે ઈન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો અને ન કર્યું હોય તો તેના વચ્ચેનો તફાવત જાણીએ.
માનો કે તમે મહિને 50 હજાર રૂપિયા કમાઉ છું અને તેમાંથી 30 હજારનો ખર્ચ થાય છે એટલે કે તમે દર મહિને 20,000 રૂપિયા બચાવો છો.
અને તમારી સેલેરી દર વર્ષે ૧૦ ટકા વધે છે અને મોંઘવારીનો દર દર વર્ષે 8 ટકા વધે છે.
તો વીસ વર્ષના હાર્ડવર્ક પછી તમારી પાસે ટોટલ ૧.૭ કરોડ રૂપિયા હશે. અને આ રકમ તમારી રિટાયર લાઇફ'ના આઠ વર્ષ માટે કાફી છે.

હવે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત તો શુ થાય તેની ગણતરી કરીએ.
સામાન્ય રીતે કોઈ પણ લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ માં વર્ષે ૧૨ ટકાનો મિનિમમ રિટર્ન તો આવી જ જાય.
લાંબા ગાળા માટે તમારું રીટર્ન 15 થી લઈને ૨૫ ટકા કે તેનાથી વધુ હોઈ શકે છે. તો આપણે અત્યારે મિનિમમ 12% લઈને ગણતરી કરીએ.
તો હવે તમારી પાસે ૨૦ વર્ષ પછી ૪.૨ કરોડ રૂપિયા હશે.

એટલે હવે તમે સમજી ગયા હશો કે રોકાણ શું કામ જરૂરી છે.
પૈસાનું રોકાણ કયાં કરવું અને કેવી રીતે કરવું?
-પૈસાનું રોકાણ તમે ધારો છો એટલું સહેલું નથી અને સાચી વાત છે કેમકે તમે મનમાં તારે ધારી લીધું છે કે રોકાણ કરવું એટલે એ બહુ અઘરી વસ્તુ છે. તો આપણે બહુ જ નાના સ્ટેપ્સથી ઇન્વેસ્ટમેન્ટ શીખવાનું ચાલુ કરીશું આપણે તરત મોટું પગલું નહીં કરીએ. તમે જે રોકાણ કરવાના છો એ પૈસા તો આખરે તમારા ખૂન પસીના ની જ કમાય છે.
હવે આ બ્લોગમાં આપડે શીખીશું કે
1)ઇન્વેસ્ટમેન્ટ શું છે? 2)આપણે ઇન્વેસ્ટમેન્ટ શું કામ કરવું જોઈએ? 3)ક્યાં અને કેવી રીતે અને કેટલું કરવું જોઈએ?
1) ઇન્વેસ્ટમેન્ટ : એવી સંપત્તિમાં પૈસા રોકવા કે જે આપણા મુખ્ય બે ઉદ્દેશો પૂરા કરે સંપત્તિનું સર્જન અને સંપત્તિનો વિકાસ.
તમારે મુખ્ય યાદ રાખવાની બાબત એ છે કે ઉપર ના ઉદેશો એ તત્કાલ પૂરા નહીં થાય તે સમયની સાથે તેમાં ઉત્તરોત્તર વધારો થતો રહેશે.
2) આપણે ઇન્વેસ્ટમેન્ટ શું કામ કરવું જોઈએ.?
- મોંઘવારીનો દર નો સામનો કરવા.
- સંપત્તિનું સર્જન કરવા
- આપણા ભવિષ્યના ફાઈનાન્સિયલ લક્ષ્યને પુરા કરવા.
-અત્યારે આપણે આપણી સેવિંગ માંથી દર મહિને થોડાક રૂપિયા સાઈડમાં રાખી દેવા જોઈએ અને તેને ઈન્વેસ્ટમાં મૂકી દેવા છે કે છે જેથી કરીને આપણે આપણા ભવિષ્યના કોઈ ઊંચા ગોલ માટે આ સેવિંગ નો સારી રીતે ઉપયોગ કરી શકીએ. -ઉદાહરણ તરીકે બાળકના ભણતર માટે , આપણી વિદેશ યાત્રા માટે અથવા લગ્ન પ્રસંગ ના સમયગાળા માટે.
-આપણે મુખ્ય આ વેબસાઇટમાં સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ વિશે બહુ જ સરળતાથી અને બહુ નાના થી મોટા લેવલ સુધી ની જાણકારી મેળવીશું.
4) કેટલું ઈન્વેસ્ટ કરવું જોઈએ?
-વિશ્વના સૌથી અમીર અને પ્રખ્યાત રોકાણકાર વોરન બફેટ નું કહેવું છે કે આપણે આપણે કમાણીમાંથી પહેલા બચત કરવી જોઈએ અને પછી તેમાંથી બાકી વધેલા નો ખર્ચ કરવો જોઈએ અને બચતની રકમ માંથી મોટા ભાગના હિસ્સાને ઈન્વેસ્ટ કરવો જોઈએ.
-ઉદાહરણ તરીકે માનો કે તમારી મહિનાની આવક સો રૂપિયા છે તો તેમાંથી 40 રૂપિયા બચત કરો અને તેમાંથી 30 થી 35 રૂપિયા ને ઈન્વેસ્ટ કરવા.
૫) કઈ ઉમરને વ્યક્તિએ કેવું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ?
-જો તમે યંગ અને કમાતા હોય તો તમારે તમારા ૧૦૦%માંથી 70% ઇક્વિટીમાં આપવા જોઈએ બાકીના 2૦% ફિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ માં ૧૦% સોના ચાંદી માં આપવા જોઈએ.
-અને તમે રીટાયર થઇ ગયા હોય તો૨૦% ઇક્વિટીમાં આપવા જોઈએ બાકીના ૭૦% ફિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ માં ૧૦% સોના ચાંદી માં આપવા જોઈએ.
આ સામાન્ય સિદ્ધાંત છે બાકી તમે તમારી રિસ્ક કેપેસિટી ને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરી શકો છો અને કોઈક ક્વેરી હોય તો મને ચેટ અને મેઈલમાં પૂછી શકો છો.
#ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. - જો તમે કર્ઝ માં હોય તો પહેલાં કર્ઝ મુક્ત થઈ જવું પછી જ રોકાણ ચાલુ કરવું.
- મને તમારી પાસે જે એક્સ્ટ્રા મની હોય તે બધા ઇન્વેસ્ટ નહીં કરી દેવાના ,થોડા તેમાંથી ઇમરજન્સી ફંડ માટે રાખવાના.
-શેરબજાર અને મ્યુચ્યુઅલફંડ અને તેની જાણકારી માટે મારા અન્ય બ્લોગ વાંચતા રહો.


Comments