Market regulators and intermediaries. (શેર બજાર ના સંચાલકો અને નિયામકો.)
આ બ્લોગ માં આપણે જોશું કે શેરબજારમાં નિયમો કોણ બનાવે છે, રેગ્યુલેટર કોણ છે અને શેરબજારમાં ભાગ કોણ લઈ શકે છે.
૧) market participants:
શેરબજારમાં ભાગ લેનાર ના મુખ્યત્વે ચાર વિભાગ
પડે છે
-Domestictic retail participants : આપણા જેવા નાના-મોટા રોકાણકારો હોય છે.
-NRI : એવા ભારતીય કે જે ભારતની બહાર રહે છે.
-domestic institutions investors(DII): ભારતની મોટી કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ, ઇન્સ્યોરન્સ કંપની આ બધી કંપનીઓને ડોમેસ્ટિક ઇન્સ્ટિટયૂટ સમાવેશ થાય છે.
LIC એ બહુ જ પ્રખ્યાત ડોમેસ્ટિક ઇન્સ્ટિટયૂટ છે.
-foreign institute investors(FII): એટલે બીજા દેશના રોકાણ કરો કે જે ભારતની કંપનીઓમાં રોકાણ કરવા ઈચ્છે છે.
૨) હવે જોઈએ કે સ્ટોક માર્કેટમાં નિયામક શું કામ જરૂરી છે?
જ્યારે કોઈ પણ બાબતમાં પૈસાની વાત આવે એટલે માણસના મનમાં લાલચ, લાગણીઓ, ઈર્ષા અને બદલાની ભાવના ઉત્પન્ન થાય છે. તો સ્ટોક માર્કેટમાં કોઈપણ ખોટું કામ ના કરે તો તેના નિયમન માટે એક મજબૂત નિયામક જોઈએ તો એવી જ રીતે ભારતના સ્ટોક માર્કેટમાં ય એક નિયામક છે જેનું નામ છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા.(securities and exchange board of India- SEBI).
તો ભારતના બધા જ રોકાણકારો અને કંપનીઓ એ સેબી ના નિયમોને આધીન જ રોકાણ કરવાનું રહે છે.
sebi નીચે મુજબની બાબતો નું ધ્યાન રાખે છે.
સ્ટોક એક્સચેન્જ (BSE and NSE) એ એનું કામ સાચી રીતે કરે છે
સ્ટોક બ્રોકર એનું કામ સાચી રીતે કરે છે.
કોઈ કંપની તેની ખોટી માહિતી ફેલાવીને સ્ટોક માર્કેટને ભ્રમિત તો નથી કરતી ને!
૩) depositories:
હવે એમ આપણા પૈસા બેંકના ખાતામાં સચવાઈ રહે છે તે રીતે જો આપણે કોઈ કંપનીના શેર લઈએ તો તે આપણા ડીમેટ એકાઉન્ટમાં સચવાય છે. આ શેર આપણી પાસે ઇલેક્ટ્રોનિક રીતે સચવાયેલા હોય છે ભારતમાં મુખ્યત્વે બે કંપનીઓ છે. (National securities depository limited) NSDL AND (Central depository security limited) CDSL.
તો આ બંને કંપનીઓ એ આપણા શેર ને સાચવે છે.
૪) depository participants:
હવે આપણે સીધું NSDL /CDSL માં એકાઉન્ટ ખોલી શકતા નથી તો તેના માટે વચ્ચે એક માધ્યમ જોઈએ તેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે.
ઉદાહરણ તરીકે zerodha , Groww , angel broking, marwadi, Sher khan etc.
૫) stock brokers:
આપણે શેર બજારમાંથી શેર લેવા માટે બ્રોકર પાસે એકાઉન્ટ છે ખોલાવવું પડે. એટલે આપણે બ્રોકર ને ફોન કરી ને અથવા તો અત્યારના લેટેસ્ટ ટેકનોલોજી મુજબ બ્રોકરની એપ્લિકેશન માંથી સીધા શેર લઈ શકીએ છીએ.
ઉદાહરણ તરીકે zerodha , Groww , angel broking, marwadi, Sher khan, ICICI direct etc.
આપણે કયા સ્ટોક બ્રોકર પાસે એકાઉન્ટ ખોલાવવું અને કઈ રીતે એકાઉન્ટ ખોલવું , અને કયો સ્ટોક બ્રોકર આપણને વધારે અનુકૂળ રહેશે તે વિશે આગળ જોશુ.
તો આ મુખ્યત્વે શેર બજારમાં સંચાલકો અને નિયામકો છે.


Comments