top of page

Why stock market is a best business? (શા માટે શેરબજાર સૌથી સારો ધંધો છે).

Jul 26, 2020
6 min read

દુનિયામાં ઘણા બધા જાતના ધંધા જોવા મળે છે હું માનું છું ત્યાં સુધી શેરબજાર એ તેમાંથી સૌથી સારો અને સરળ ધંધો છે આ બ્લોગ પર આપણે સમજીશું કે શા માટે શેરબજાર સૌથી સારો ધંધો છે.

આ ટોપીક ઉપર મેં એક વિડિયો બનાવેલો છે તો તમે મારી youtube ચેનલ માં જઈને તે વીડિયો જોઈ શકો છો youtube ચેનલ નું નામ investment lok છે. તો ચાલો આપણે શરૂ કરીએ.


૧) સૌથી સરળ શરૂઆત:


માનો કે તમારે કોઈ ફેક્ટરી ખોલવી છે તો તમારે ઘણું બધું કામ કરવું પડે જેમકે જમીન ગોતવી પડે ,બાંધકામ કરવું પડે ,માણસો રાખવા પડે ,મશીનરી રાખવા પડે સરકાર પાસેથી વિવિધ પરવાનગી લેવી પડે અને આ પરવાનગીઓ મળે અને ના પણ મળે.

શેર બજારનો ધંધો કરવા માટે તમારે ફક્ત અને ફક્ત ઓનલાઇન ડિમેટ પ્લસ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવું પડે અને આ અકાઉન્ટ ગણતરીના સમય ગાળામાં ખુલી જાય છે. ભારતના નંબર વન stock broker પાસે તમારું એકાઉન્ટ ખોલવા માટે ની લિંક નીચે આપેલી છે.


૨) કોઈ જ પ્રકારનો ઉધાર નહીં.


કોઈ એવો ધંધો બતાવો કે એમાં આપણો માલ વેચાઈ ગયો હોય અને તેમાં માગ્યા વિના જ પાર્ટી પાસેથી પૈસા આવી જતા હોય, પાર્ટી ગમે તે કંઇક ને કંઇક બહાનું કરીને પૈસા આપવાનું ટાળતો હોય છે આપણો સામાન ની ડિલિવરી થયા પછી પણ. અને કોઈ માણસ તમારા સામાન ની જગ્યાએ પૈસાની ઉતારી લે અને પછી કદી ચૂકવે જ નહી.


અને આ બજારમાં તો લેવાનું કેશમાં અને વેચવાનું કેશમાં. તમે શેર વેચી ને જાવ એટલે બે દિવસમાં તમારા પૈસા ગેરંટી સાથે આવી અને આવી જશે, તમારા પૈસા ની જવાબદારી ભારતનું સ્ટોક એક્સચેન્જ લે છે.


૩) પારદર્શિતા:


તમે બીજા બધા ધંધામાં જોયું હશે કે બધા માટે કંઈક અલગ ભાવ હશે અને દુકાનદાર ના કોઈ જાણીતા સભ્ય માટે અલગ ભાવ હશે તો આ તો ચોખ્ખી નાઈન્સાફી છે આ તો ખોટો ધંધો કહેવાય.


અને શેર બજારમાં તો એક જ ભાવ જે તે સમયે સ્ટોકનો છે ભાવ ચાલતો હશે તે બધા માટે સરખો જ હશે , ભલે તમે નાના માણસ હોય, મોટા માણસ હોય , અમીર હોય કે કોઈપણ જાતના એક્સપર્ટ હોય બધા માટે જે ભાવ ચાલતો હશે તે એક ને એક જ રહેશે.


૪) મોટી કોન્ટીટી ઉપર ડિસ્કાઉન્ટ:


જો તમે કોઈ દુકાનદાર પાસેથી મોટી સંખ્યામાં માલસામાન લેવો હોય તો તમને ડિસ્કાઉન્ટ કરી દે અને જો તમારે કોઈ સિંગલ આઇટમ લેવી હોય તો તમારે ઝાઝી ચુકવણી કરવી પડે.


શેર બજારમાં તો તમારે 1 શેર લેવો હોય કે 10000 શેર લેવા હોય તમારા માટે એક જ ભાવ રહેશે. એટલે કે બધા જ માટે સરખો વહેવાર થશે.


5) જે દિવસે ધંધો મૂકવો હોય ત્યારે મૂકી દેવાનો:


વિચારો કે તમારે તમારી ફેક્ટરી બંધ કરવી છે શું વિચારીને જ ચક્કર આવી ગયા ને.


હવે જો તમને રાત્રે વિચાર્યું કે મારે કાલ સવારથી શેર બજારનો ધંધો બંધ કરવો છે તો સાવ સરળ છે સવારે 9: 15 એ તમારી પાસે જેટલા શેર હોય તે બધા વેચી દિયો અને બહાર નીકળી જાવ એટલે તમારો ધંધો ત્યારથી જ બંધ , છે ને જોરદાર ધંધો.


6) ધંધો બંધ કરવાનો કોસ્ટ ઝીરો:


તમારે બીજો કોઈ ધંધો બંધ કરવો હોય તો તમારા ફેક્ટરી બંધ કરવી પડે, માણસો કામ કરતા હોય તેને કાઢવા પડે, સામાન હોય તેને વેચવો પડે, બીજા પાસેથી પૈસા લેવાના બાકી હોય તેનું શું કરવું ઇ વિચારવો પડે આટલું મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો તેનું શું કરવું તે વિચારવું પડે તો બીજો ધંધો બંધ કરવા તમારે બહુ મોટી કિંમત ચૂકવવી પડે.


જ્યારે શેર બજારમાં પહેલા જ વાત કરી એમ સ્ટોક વેચી અને ચાલ્યા જાવ તો ધંધો સીધો બંધ બીજી કોઈ તમારે ભારે કિંમત ચૂકવવી ના પડે.


7) ધંધો મોટો કરવાનો ખર્ચ ઝીરો.:


માનો કે તમારે તમારી ફેક્ટરી નું ટર્નઓવર 50 લાખમાંથી 5 કરોડ કરવું છે તો તેના માટે ઇન્વેસ્ટમેન્ટ તો લાગશે જ પણ તેની સાથે-સાથે બીજા ખર્ચે લાગશે જેમકે નવી જમીન લેવી પડશે , વધારે માણસો મૂકવા પડશે , નવા મશીન લેવા પડશે, ઇલેક્ટ્રિસિટી નો ખર્ચ અને બીજું ઘણું બધું.


અને જ્યારે તમારે શેર બજારમાં તમારે ધંધો 50 લાખમાંથી 5 કરોડ સુધી લઇ જવો છે તો ખાલી તમારું ઇન્વેસ્ટમેન્ટ જ વધારવાનું રહેશે કે જે બાકી બધા ધંધામાં ય હોય છે. બાકી જે પહેલા હતું એ જ મોબાઈલ એ જ ઇન્ટરનેટ અને તમારી જગ્યા ય એ જ. 8) તમારી ગેરહાજરી ની તમારા ધંધા ઉપર અસર નહીં થાય:


જો તમે દુકાનમાં ન હોય તો બધું સરખું જ ચાલે છે કે નહીં તે જોવા માટે મેનેજર રાખવો પડે ને મેનેજર ઉપર વિશ્વાસ રાખવો પડે.


જ્યારે શેર બજારમાં તમે હોય કે ન હોય શેરબજાર તો ચાલુ જ રહેશે એક વાર તમે લાંબા ગાળાના પર લઈ લીધા પછી 5-6 મહિના સુધી ધંધાની સામે ના જુઓ તોય ચાલે.


9) ગમે ત્યાંથી ઓપરેટ કરો:


આ મુદ્દો તો સૌથી મસ્ત મુદ્દો કહી શકાય.


દુનિયામાં તમે જ્યાં હોય ત્યાંથી તમે શેરબજારનો બિઝનેસ કરી શકો છો તમારા મોબાઇલ તો તમારી સાથે જ છે ઇન્ટરનેટ આખી દુનિયામાં બધે જ છે, તો બસ આ ધંધો કરવા માટે આટલું તો જોઈએ છીએ.

તમે ફરવા ગયા હોય, ધાર્મિક સ્થળે ગયા હોય, વિદેશ ગયા હોય તો તમે ત્યાંથી પણ તમારો ધંધો કરી શકો છો અને પૈસા કમાઇ શકો છો. આનાથી વધુ એશ આરામ , સુખ-સુવિધા વાળો ધંધો બીજો કયો હોઇ શકે દોસ્તો.


હવે તમે કહેશો કે આટલા ફાયદા તો બસ યાર હવે , પણ પિક્ચર અભી બાકી હે મેરે દોસ્તો.


10) સરકારની દખલગીરી:


જે કોઈ બીજો ધંધો કરતા હશે તેને ખબર હશે કે ધંધામાં સરકારને કેટલી બધી દખલગીરી અને કાગળિયાં કરવાના હોય છે. ફાયર ની પરવાનગી, લેબર નિયમો , કર્મચારીઓનું પીએફ કરવાનું, સરકારી ઓફિસર ચેકિંગ કરવા માટે ગમે ત્યારે આવી જાય એટલે બધા જ ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના અને આ બધી ઝંઝટ કરવાની.


અને શેરબજારના બિઝનેસમાં તો આખું વરસ કામ કરો અને પૈસા કમાવો અને વર્ષના અંતે ખાલી ઇન્કમટેક્સ ફાઈલ કરો, બીજું કાંઈ જ કરવાની ઝંઝટ જ નહીં ને.


11) નો એડવર્ટાઈઝમેન્ટ કોસ્ટ:


દુનિયામાં બીજો એક એવો ધંધો નથી કે તેમાં તમારે સામાન વેચવા માટે જાહેરાત કે ભલામણ ના કરવી પડતી હોય.


અહીં તો તમારે તમારો ધંધો ઓટોમેટીક ચાલે છે, તમારી સ્ક્રીન માં જ સામે ભાવ ચાલે છે અને જ્યારે વહેંચવાનું મન થાય ત્યારે વેચી નાખવાનો , નહીં કોઈ ખરીદનારને ગોતવા જવાનો કે ભલામણ કે કાંઈ કોઈપણ પ્રકારની જાહેરાત નહીં.


12) ઓછામાં ઓછી મૂડીથી શરૂઆત:


તમને ખબર જ હશે કે ફેક્ટરી કે નાની દુકાન કે પાણીપુરી ની રેકડી ખોલવા માટે કંઈક મિનિમમ રકમ જોઈતી હોય છે.


જ્યારે આમાં કહી તો તમને જે કંપની ગમતી હોય અને તેનો જે સ્ટોક પ્રાઈઝ ચાલતો હોય તે જ તમારા ધંધા નું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ.


13) કોઈને પણ તમારી આવક ખબર નહીં પડે:


તમે આમાંથી કેટલું કમાઈ લો છો તે કોઈ પણ અંદાજો નહીં લગાવી શકે જ્યાં સુધી તમે અને માત્ર તમે જ એને કહી ના દયો ત્યાં સુધી.


બાકી ધંધામાં તમે કામ કરો છો એનો ઓટોમેટીક ઘૂંઘટ 5 એટલે કે તમારી દુકાનમાં રચના સો-બસો લોકો આવતા થઈ જાય તો ગમે તે લોકો જોઈને હિસાબ કરી લઈએ કે આ ભાઈ આટલું કમાઈ લેતા હશે.


જ્યારે આમાં તો તમારી સામે આવીને કોઈ વ્યક્તિ ગમે એટલો ટાઈમ બેસે તો ય તે જાણી નહીં શકે કે તમે મોબાઇલ માંથી કેટલું કમાઈ લો છો.


મજા આવી ગઈ ને. 😛


14) રજા વાળો ધંધો:


અઠવાડિયામાં ખાલી પાંચ દિવસ કામ કરવાનું અને એ પણ 9:15 થી 3:30 સુધી જ અને શનિ-રવિ આખો દિવસ રજા, સરકારી રજા એ જે આવતી હોય તે દિવસે શેર માર્કેટ બંધ હોય એટલે તે દિવસે તમારા ધંધામાં રજા અને કરો મજા.

3:30 પછી તમારી ગમતી પ્રવૃત્તિ કરો, ફરવા જાવ , પરિવાર સાથે સમય ગાળો અને મજા કરો.


15) મંદીમાં ય ધંધો :


બાકી બધા ધંધામાં તો તેજી હોય ત્યારે જ તમે કમાઇ શકો.


જ્યારે શેર બજારમાં તો મંદી ચાલતી હોય ત્યારે તમે કમાઇ શકો બહુ જ કમાઈ શકો. વિચારો તો ખરી દુનિયામાં તમને આવો ધંધો બીજે ક્યાં મળશે. ( હે ભાઈ આ કઈ રીતે! 🤔🤔) . તો તેના માટે તો હું બેઠો છું કોન્ટેક્ટ કરો મને. વેબસાઇટમાં આપેલા મેલ આઇડી માંથી અને નીચે ક્વેરી બોક્ષમાંથી તમે મને પૂછી શકો છો .


16) શાંતિ વાળો ધંધો:


બીજા ધંધામાં તો પૈસાની લેવડદેવડ, માલ આવ્યો કે નહીં ક્યારે આવશે ,માણસો આવ્યા કે નહીં, ગ્રાહક સાથે પૈસા ની માથાકૂટ., સાંજ પડતા માણસ મનથી થાકી ગયો હોય છે.


જ્યારે આ ધંધામાં તો કેવી કોઈપણ જાતની માથાકૂટ જ નહીં ને પોતાની રીતે ધંધો કરી કમાવ અને ખાઈપીને જલસા કરો કોઈ સાથે માથાકૂટ તો નહીં અને સાંજ પડ્યા આપણું મગજ શાંત જ. છેને શાંતિ વાળો ધંધો.


17) બેસ્ટ બિઝનેસ ફોર ઈન્ટ્રોવર્ટ:


એવા લોકો કે જેને રોજ નવા લોકો સાથે તરત ફાવતું નથી જે પોતાની મસ્તીમાં મશગુલ હોય એવા લોકો માટે આ ધંધો આદર્શ છે. પોતે જાતે એકલા જ રિસર્ચ કરો, વાંચન કરો ,એનાલિસિસ કરો જ્ઞાન મેળવો, કામ કરો અને પૈસા કમાવો.


18) લોકડાઉન માં ધંધો (કોરોના સ્પેશ્યલ):


તાજેતરનું ઉદાહરણ આપણે બધાએ જોયું કે લૉકડાઉન માં મોટા ભાગ ના ધંધા બંધ હતા પરંતુ એક ધંધો ચાલુ હતો અને એ પણ વર્ક ફ્રોમ હોમ અને કોઈપણ જાતના વાઇરસ ના ડર વિના અને આ ધંધો એટલે શેર બજાર.



મને આશા છે કે તમને આ બધા મુદ્દાઓ સરળતાથી સમજાઈ ગયા હશે અને તમે સારી રીતે વિચારી શકશો કે શા માટે શેરબજારે સારામાં સારો ધંધો છે.


તો જો તમને પણ હવે શેરબજારમાં રોકાણ કરવાનું મન થયું હોય તને કોઈ પણ જાતની મુશ્કેલી ઊભી થઇ હોય તો મને સંપર્ક કરી શકો છો.

શેરબજારમાં પૈસા રોકતા પહેલા તેનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે તો તેના માટે Investment lok સાથે સતત જોડાયેલા રહો કે જેથી તમે ગુજરાતીમાં અને સરળ ભાષામાં ઇન્વેસ્ટમેન્ટ અને શેર બજાર વિશે જાણી શકો.


આભાર.

Recent Posts

See All

Comments


bottom of page